 
		
		
            
જૈન શાસનના મહાન જ્યોતિર્ધર પૂજ્યપાદ 
			યુગદિવાકર આ. ભ. શ્રી ધર્મસૂરીશ્વરજી મ.સા.
			
			સૌરાષ્ટ્રની ઐતિહાસિક પ્રાચીન નગરી વઢવાણ શહેરમાં વિ.સં. ૧૯૬૦ ના શ્રાવણ શુદિ - ૧૧, તા. ૨૧-૮-૧૯૦૪ રવિવારે પિતાશ્રી હીરાચંદભાઈ તથા માતા છબલબેનની કુક્ષીએ જન્મ ધરનાર શ્રી
	ભાઈચંદકુમાર વિ.સં. ૧૯૭૬ ના મહા શુદી ૧૧ ના દિને પૂ. આ. ભ. શ્રી મોહનસૂરીશ્વરજી મ.સા.ના પરિવાર માં દીક્ષિત થયા અને પૂ. મુનિ શ્રી પ્રતાપવિજયજી મ. ના શિષ્યરૂપે પૂ. મુનિ શ્રી ધર્મવિજયજી મ. બન્યા.	
	સતત ૧૪ વર્ષના અભ્યાસ બાદ સમર્થ વિદ્વાન બનેલ પૂજ્યશ્રીએ વિ.સં. ૧૯૯૦ માં માત્ર ૧૪ વર્ષના સંયમપર્યાયમાં શ્રી નવતત્વ પ્રકરણ પર ૬૦૦૦ શ્લોક પ્રમાણ સંસ્કૃત ટીકાનું સર્જન કર્યું, તો 
	પંચમ કર્મગ્રંથ , ષટ્-ત્રિંશિકા , ચતુષ્કપ્રકરણ , ક્ષેત્રસમાસ , વંદિત્તુસૂત્ર વગેરે ગ્રંથો પર પ્રૌઢ વિવેચનો પ્રકાશિત કર્યા. દ્રવ્યાનુયોગના વિરલ વ્યાખ્યાતા ગણાતા તેઓશ્રીના 'ભગવતી સૂત્રના પ્રવચનો' ગ્રંથની અને 
	'શ્રમણ ભગવાન મહાવીર'  પુસ્તકની સાત-સાત આવૃત્તિઓ થઇ છે. વિ.સં. ૧૯૯૨ માં ગણિ-પંન્યાસપદ, વિ.સં. ૨૦૦૨ માં ઉપાધ્યાયપદ, વિ.સં. ૨૦૦૭ માં આચાર્યપદ અને વિ.સં. ૨૦૨૦ માં 'યુગદિવાકર' પદથી અલંકૃત
	 થયેલ પૂજ્યશ્રી ૨૫૦ શ્રમણ-શ્રમણીગણના શિરછત્ર હતા.
			આ કાલના મહાન પ્રભાવક પૂજ્યશ્રીની પ્રેરણા થી ૧૩૫ જિનાલયો-૮૪ ઉપાશ્રયો- અનેક પાઠશાળાઓ- આયંબિલ શાળાઓના નિર્માણ થયા, તો ૩૨ ઉપધાનતપ - મુંબઈથી શત્રુંજય મહાતીર્થના 
	૭૨ દિવસીય ઐતિહાસિક પદયાત્રા સંઘ જેવા ત્રણ-ત્રણ મોટા ૬'રી પાલક સંઘો - શત્રુંજય હોસ્પિટલ નિર્માણ - મુંબઈ ભૂલેશ્વર માં પાંચમજલી વિરાટ ધર્મશાળા નિર્માણ - સાધર્મિક સેવા - સંઘસ્થાપના - ૨૫ મોટા 
	ઉપધાનો આદિ અઢળક શાસન પ્રભાવનાઓ સર્જાઈ છે. વિ.સં. ૨૦૩૮ માં ફાગણ શુદિ તેરશના પુણ્યદિને મુંબઈ-મજગામમાં તેઓશ્રી અદ્ભુત સમાધિ પૂર્વક કાળધર્મ પામ્યા ત્યારે ૧ જ દિવસમાં ૩ લાખ ભાવિકોએ 
	તેમના અંતિમ દર્શન કર્યા. ફાગણ શુદિ - ૧૪ ના મુંબઈ-ગોડીજીથી ચેમ્બુર સુધીની ૨૧ કિમી દીર્ધ વિશ્વ-રેકોર્ડરૂપ પૂજ્ય્શ્રીની અંતિમ યાત્રામાં અઢી લાખ ભાવિકો પદયાત્રાપૂર્વક સામેલ થયા હતા. ચેમ્બુરર્તીર્થે જેઓશ્રીનું 
	અંતિમ-સમાધિમંદિર છે તે પૂજ્યશ્રીને કોટિ કોટિ વંદન...
			
		
		
		PUJYAPAD JAINSHASHANJYOTIDHAR SHATADHIK JINALAYPRANETA
		YUGDIVAKAR AACHARYADEV SHRI DHRMASURISHWARJI MAHARAJ
		
	    
	        In the historical town of vadhwaan, on shravan shudi 11 of VS 1960,
bhaichandkumar took birth in the family of hirachandbhai and chabalben.
He was a talented, good looking boy, mostly interested in doing religious
activities. In his teenage years itself, he came in contact with pujyapad
aacharya bhagwant shri Mohansurishwarji maharaj and at the age of 16,
took a secret diksha in a village named saanganpur near Mehsana and
became the disciple of mohansuri M.'Sa. disciple pujya muni shri
pratapvijayji M.Sa.
	    
	    
	    
		
		    For 14 years there on, he became oblivion from the entire world and
sanctified each and every second of the day to rot the verses and go through
their meanings, related to all the sections of religious studies. Right from
thousands of years, "sanskrit" is believed as the most disciplined and at the
same time, the most difficult language of this world. It requires the practice
of plenty of years to make even 100 shloks accurately. But Dharmavijayji
M.Sa., in the diksha-paryay of only 14 years, composed a new volume named
sumangala tika (a commentary on shri Navtatva prakaran) which was
equivalent to 6000 shloks.
		
		
		
		
	    
	        Besides this, he also wrote explanatory notes on panchamshatak
karmagranth- shattrinshika chatushka prakarna - kshetrasamas -
vandittusutra etc. He was famous in the entire jain community in those
days as 'Dravyanuyogna viral vyaakhyata' as he had the artifice of
explaining even the most complicated elements of Jain scriptures in the
most simplest of language that even an unacquainted person to Jainism
could understand everything precisely.
	    
	    
	    
		
		    He had received Gani-panyas padvi in VS. 1992, Upadhyaypadvi in
Vs 2002 and Aacharyapadvi in VS 2007 in Byculla. In 2020, looking upon
his service towards Jainism and his abilities, people honoured him with the
title of "Yugdivakar". More than 250 sadhu - sadhviji bhagwant resided
under his affectionate shelter. 
		
		
		
		
	    
	        His main noteworthy work was the inspiration of 135 Deraser - 84
Upaashray - Storeyed Dharmashala in bhuleshwar - Shatrunjay Hospital -
Shatrunjay shramani vihaar - Panoli vihaardham etc.
	    
	    
	    
		
		     He attained Kaaldharma in VS 2038 on fagan shudi Teras in
Mazgaon Upaashray. On that day itself, more than 3 lakh devotees from all
around the nation had arrived to get his "Antim Darshan".
		
		
		
	        His farewell journey was panned out from Godiji to chembur (21
kms) which was witnessed by around 1 lakh people. He was truely a
matchless, savant, devoted, August saint of 20th century and a pearl of
Jainism.
	    
	    Basic details
	    
		
		 Sansari Name : 
Bhaichandkumar
 Parents : 
Hirachandbhai satra and Chabalben
 Birth Place : 
Vadhwaan Town
 Birth Date : 
VS 1960, Shravan shudi 11
 Siblings : 
2 brothers
 Diksha : 
At the age of 16;in vs 1976, Maha shudi agyaras, Saanganpur, Mehsana
 Gurudev : 
Pujya Muni Shri Pratapvijayji Maharaj
 Total Diksha Paryay : 
 Aacharya Paryay : 
 Life-span : 
76 years
		
		
		
		Numerical Details of Shashanprabhavna
		
        135
Deraser
84
Upaashray
32
Updhyan tap
72 days
Mumbai- Shatrunjay padyatra sangh
25
Udhyapan
        
        
        Titles (Padavi)
        
            
               Yugdivar
               
               Dravyanuyogna Viral Vyakhyata
               
               Shatadhik Jinaalay praneta
            
        
        
        Literary Works
        
            
               Sumangala tika of 6000 Sanskrit Verses
               
               Panchamshatak Karmagranth
               
               Shat trinshika chatushka prakaran
               
               Kshetrasamas
               
               Vandittu Sutra
            
        
        
        Main Inspirations
         
            
               Lalbaug sadharmik 5- Storeyed Dharmashala
               
               Shatrunjay Hospital
               
               Shramani Vihaar
               
               Panoli Vihardhaam