શ્રી ધર્મકૃપા ટ્રસ્ટ , ડભોઇ

શ્રી ધર્મકૃપા ટ્રસ્ટ , ડભોઇ

ધર્મકૃપા ટ્રસ્ટ, ડભોઇ : સ્થાપના તથા સત્કાર્ય સૌરભ


પૂજ્યપાદ યુગદિવાકર આ.ભ. શ્રી ધર્મસુરિશ્વરજી મ.સા. ના પુણ્યનામથી અલંકૃત ધર્મકૃપા ટ્રસ્ટની સ્થાપના વિ.સ. ૨૦૫૯ માં પૂજ્યપાદ પરમ શાસન પ્રભાવક આ.ભ. શ્રી સૂર્યોદયસુરિશ્વરજી મ.સા. તથા તેમના પટ્ટધર પૂજ્યપાદ તેજસ્વી વક્તા આ.ભ. શ્રી રાજરત્નસુરિશ્વરજી મ.સા. ની પ્રેરણાથી થઇ છે.

ટ્રસ્ટનો ઉદ્દેશ સાહિત્ય પ્રકાશન અને સેવા હોવાથી, ઉપરોક્ત પૂજ્ય ગુરુદેવોના હસ્તે સંપાદિત-અનુવાદિત શાસ્ત્રગ્રંથો અને અનેક લોકપ્રિય પુસ્તકોનું પ્રકાશન સંસ્થા ધ્વારા બહુ જ અલ્પ સમયમાં થયું છે. જેમાં
(૧) ભગવતી સુત્રના પ્રવચનો
(૨) શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના ૧ થી ૨૬ ભવ
(૩) ક્ષેત્ર સમાસ વિવેચન
(૪) વંદિત્તુ સુત્ર ટીકા અનુવાદ
(૫) નવતત્વ સુમંગલા ટીકા અનુવાદ
વગેરે શાસ્ત્રીય ગ્રંથો તેમજ મોતીની ખેતી, અમૃતનો આસ્વાદ, ખુશ્બુનો ખજાનો વગેરે શ્રેણીબધ્ધ લોકપયોગી પુસ્તકોનો સમાવેશ થાય છે. આ સાહિત્ય પ્રકાશન આવનત જારી છે.
નોંધ : કોઈપણ સંસ્થા અથવા વ્યક્તિ ધ્વારા રૂ ૫૦૦૦/- ભરીને આજીવન સભ્ય બનવાથી અમારી સંસ્થા ધ્વારા પ્રકાશિત તમામ પુસ્તકો ભારતના કોઈપણ પ્રદેશમાં તેમના સરનામે પહોચાડવાની વ્યવસ્થા છે.

સેવાના વિવિધ કાર્યોરૂપે, ડભોઇ તીર્થે સાધર્મિકબંધુઓના પરિવારોને (૧) મેડીકલ સેવારૂપે દવાઓ-ઓપરેશન વગેરેમાં સહાય (૨) પર્વદિવસો તથા ધાર્મિક પ્રસંગે જીવન ઉપયોગી અનાજ વિતરણ (૩) એકાકી સાધર્મિકોની ટીફીન સેવાનો ખર્ચ (૪) ઘણા ધાર્મિક પ્રસંગો દરમ્યાન વસ્ત્ર તથા ધાબળા વિતરણ કરી દાન આપેલ છે. આવી વ્યવસ્થા હાલમાં પણ આ ટ્રસ્ટ ધ્વારા કરવામાં આવે છે.

આ ઉપરાંત ડભોઇ તીર્થે હાલમાં આ ટ્રસ્ટના પ્રેરણાદાતા ધ્વારા સ્થપાયેલ "નવપદ સાર્વજનીક હાઈસ્કુલ" કે જેમાં હાલમાં ૧૨૦૦ વિદ્યાર્થી અભ્યાસ કરે છે, તે હાઈસ્કુલની જે ભૂમિ છે તે વિશાલ ભૂમિની માલિકી આ ટ્રસ્ટની છે. તેમજ જરૂરિયાતમંદ પરિવારોના બાળકોને સ્કુલ ફી - પુસ્તકોનું દાન તથા સ્કુલ તેમજ કોલેજના અભ્યાસ કરતા બાળકોને રોકડ રકમની સહાય કરવામાં આવે છે.

સેવાના વિવિધ કાર્યોરૂપે, વડોદરા શહેરના ધોરણ-૧૦ થી કોલેજમાં અભ્યાસ કરતા લગભગ ૨૭૫ પરિવારના સાધર્મિક બંધુઓના બાલક-બાલિકાઓને શૈક્ષણિક સહાય (Scholarships) યોજના તથા જરૂરિયાતમંદ પરિવારની મેડિકલ સેવા રૂપે દવાઓ રાહત રૂપે મળે તેવી યોજના અમલમાં મુકવામાં આવેલ છે. આપ વિવિધ પ્રકારે સેવા પ્રવૃતિનો વ્યાપ વધેલ છે.
નોંધ : આ ટ્રસ્ટમાં દાન આપનાર સંસ્થા તેમજ વ્યક્તિગત દાન આપનારને સંસ્થા ધ્વારા પાકી પહોંચ આપવામાં આવે છે. સદર દાનની રકમ ઇન્કમટેક્ષ ધ્વારા કલમ ૮૦-જી હેઠળ કરમાફી છે.

    © 2018 Dharmakrupa       Designed & Developed By : MONTS