શ્રી ધર્મકૃપા ટ્રસ્ટ , ડભોઇ

શ્રી ધર્મકૃપા ટ્રસ્ટ , ડભોઇ

શૈક્ષણિક સહાય (Scholarship) 2021

શૈક્ષણિક સહાય 2021

ધર્મકૃપા ટ્રસ્ટ , ડભોઈ


શૈક્ષણિક સહાય મેળવવા નીચેની વીગતો બરાબર સમજીને ભરવાનું રહેશે.

૧) સદર સહાય ફક્ત ધોરણ - ૧૦ થી ગ્રેજ્યુએશન સુધીના વિદ્યાર્થી -વિદ્યાર્થીનીઓ માટે મર્યાદીત છે.

૨) અરજી કરનાર વડોદરા શહેર અથવા ડભોઈ ના કોઈપણ શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘના સભ્ય હોવા ફરજીયાત છે.

૩) અરજી કરનાર કુટુંબના બધા સભ્યોની કુલ માસિક આવક ધોરણ - ૧૦ માટે ₹ ૧૦,૦૦૦/- તથા ધોરણ - ૧૧ થી ગ્રેજ્યુએશન માટે ₹ ૨૦,૦૦૦/- થી વધુ ના હોવી જોઈએ.

૪) અરજી કરનાર કુટુંબમાંથી આવક ધરાવનાર સભ્યો જો નોકરિયાત હોયતો તેઓની સને ૨૦૨૦-૨૧ (એસેસમેન્ટ વર્ષ ૨૦૨૧-૨૨) ના રીટર્નની કોપીઓ અથવા નોકરિયાત દ્વારા આપવામાં આવતા આવકના દાખલા અથવા પગારસ્લીપો અપલોડ કરવાની રહેશે.

૫) અરજી કરનાર કુટુંબમાંથી આવક ધરાવનાર સભ્યો વેપાર કરતા હોય અને જો રીટર્ન ભરતા હોય તો સને ૨૦૨૦-૨૧ (એસેસમેન્ટ વર્ષ ૨૦૨૧-૨૨) ના રીટર્ન ની કોપીઓ અને જો રીટર્ન ના ભરતા હોય તો સદર અરજી કરનાર કુટુંબની કુલ માસિક આવક “નિયત કરેલ આવક કરતા ઓછી આવક ધરાવે છે” તેવો સ્થાનિક સંઘના લેટરપેડ ઉપર સંઘના જવાબદાર હોદેદાર ના સહી સિક્કાની ભલામણ સાથેનો દાખલો (નમુનો લિંકમાં મુકેલ છે તે મુજબનો) તૈયાર કરવાનો રહેશે.

૬) શૈક્ષણિક સહાય ચાલુ વર્ષમાં જેમાં અભ્યાસ કરતા હોય તે સ્કૂલ / કોલેજ ફી તેમજ ખાનગી ટ્યુશન ફી ને ધ્યાનમાં લઈને આપવામાં આવતી હોઈ ભરાયેલ રકમની ઝેરોક્ષ અથવા જે તે સંસ્થાનું આખા વર્ષની ફી નું Structure નું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે.

૭) અરજી કરનારે આગલા છેલ્લા પાસીંગ વર્ષના રીઝલ્ટની કોપી અથવા સેમિસ્ટર પધ્ધતિ હોય તો આગલા વર્ષના બે સેમિસ્ટરની કોપીઓ અરજી સાથે લગાવવી. જો કોઈ સેમિસ્ટરનું રીઝલ્ટ ના મળ્યું હોયતો “રીઝલ્ટ મળેથી રજુ કરીશું” તેવું ડીકલેરેશન અપલોડ કરવાનું રહેશે.

૮) દરેક અરજી કરનારના પિતા / વાલી શ્રી એ “શ્રી ધર્મકૃપા ટ્રસ્ટમાં મારા પુત્ર / પુત્રી નામે _________ ની સ્કોલરશીપ મેળવવાં અરજી કરું છું અને હું _________ શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘનો સભ્ય છું ” તે અંગેનું પ્રમાણપત્ર મેળવીને અપલોડ કરવાનું રહેશે.



(છૂટક વેપાર કરતા હોય અને રીટર્ન ભરતા ના હોય તેવા કુટુંબે સ્થાનીક સંઘના લેટરપેડ ઉપર સહી-સિક્કા સાથે નીચે મુજબ નો દાખલો મેળવી અપલોડ કરવો)






    © 2018 Dharmakrupa       Designed & Developed By : MONTS